વિચારધારા

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું ધ્યેય પ્રજાની સુખાકારી, પ્રગતિ અને સંસદીય લોકશાહી પર આધારિત બંધારણીય અને શાંતિમય રીતે સમાજવાદી રાજ્યની સ્થાપનાનું છે. જેમાં સમાન તકો અને સામાજિક, રાજકીય તેમજ આર્થિક ક્ષેત્રે સમાન અધિકારો હોય અને જે વિશ્વશાંતિ અને બંધુત્વનું ધ્યેય ધરાવતું હોય.

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો ઉદ્દેશ ભારતની જનતાની પ્રગતિ અને સુખાકારી છે. વિશ્વ શાંતિ અને વિશ્વબંધુત્વને લક્ષમાં રાખી સંસદીય લોકશાહીના પાયા પર બંધારણીય માર્ગોએ ભારતમાં સમાજવાદી રાજ્યની સ્થાપના કરવાનો છે. જેમાં રાજકીય તેમજ આર્થીક હકની સમાનતા રહેશે.

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કાયદા દ્વારા સ્થાપિત ભારતીય બંધારણ તેમજ સમાજવાદી, બિનસાંપ્રદાયિકતા અને લોકશાહી પ્રત્યે વફાદારી તેમજ સાચી શ્રધ્ધા ધરાવે છે અને ભારતની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વનું રક્ષણ કરવા માંગે છે. www.inc.in