ગુજરાત કોંગ્રેસ

ગુજરાત કોંગ્રેસ

કોંગ્રેસ એ ૧૨૫ વર્ષ જુનો રાજકીય પક્ષ છે. સ્વાતંત્ર્ય સંગ્રામની ભાગીદારી સિવાય, નાજુક આર્થિક કટોકટી હોય કે કોઈ પણ સામાજિક ઉથલપાથલ અથવા રાષ્ટ્રની સલામતી માટેની ધમકી. તેવી તમામ વિવિધ મુશ્કેલીઓમાંથી રાષ્ટ્રને કોંગ્રેસ પક્ષે મુક્તિ અપાવેલ છે. રાષ્ટ્રને રચનાત્મક રીતે દિશાસૂચનો પણ કોંગ્રેસ પક્ષે આપેલ છે.

રાષ્ટ્રનો દરેક નાગરિક કોંગ્રેસની સાચી વિચારધારાને જાણે છે. એટલું જ નહી પરંતુ, પોતાની પાછળ કોંગ્રેસ છે તેવી સલામતી પણ તે અનુભવે છે. દરેક વિચારવંત નાગરિક કોંગ્રેસ પક્ષે કે કુદરતી સૌહાર્દનો અનુભવ કરે છે. રાષ્ટ્રને સ્વાતંત્ર્ય તો અપાયું જ, તે ઉપરાંત ઔદ્યોગિકરણથી ઉદારીકરણના રસ્તે જઇ આજે સર્વોચ્ચ શક્તિમાન રાષ્ટ્ર બનાવ્યું છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસે પોતાની ઓફિસ પ્રથમ પ્રમુખશ્રી કાંતિલાલ ઘીયાના નેતૃત્વમાં ખમાસા વિસ્તાર, અમદાવાદમાં શરુ કરેલ હતી. ૧૯૭૧માં તેનું સ્થળાંતર શાહપુર ખાતે થયું હતું. તે પછી અમદાવાદના આશ્રમરોડ ઉપર આવેલ હવાલાવાલા બ્લોકમાં સ્થળાંતર કરવામાં આવી હતી. ૧૯૭૭માં ખાનપુર ખાતે તે ઓફિસ ખસેડવામાં આવી હતી, જ્યાં અત્યાર સુધી અમદાવાદ શહેર કોંગ્રેસની ઓફિસ ચાલતી હતી. તે પછી પ્રદેશ કોંગ્રેસની ઓફિસ આશ્રમ રોડ ઉપરના વિક્રમ ચેમ્બેર્સમાં લઇ જવામાં આવી હતી. તે પછી હાલ જ્યાં રાજીવ ગાંધી ભવન આવેલ છે તે જગ્યા સ્વ. શ્રી હિતેન્દ્રભાઇ દેસાઈ દ્વારા સુપરત કરવામાં આવી હતી. જ્યાં કોંગ્રેસ કાર્યાલય શરુ થયેલ હતું અને રાજીવ ગાંધી ભવનના બાંધકામની શરૂઆત થતાં કોંગ્રેસ ભવન પહેલાં મિરઝાપુર ખાતે અને તે પછી વાસણા ખાતે સ્થળાંતર કરેલ હતું. ૨૮-૧૨-૨૦૦૬, કોંગ્રેસ પક્ષના સ્થાપના દિનના રોજ કોંગ્રેસ અધ્યક્ષાના રાજકીય સચિવશ્રી અહમદ પટેલ દ્વારા આ નવા બિલ્ડીંગમાં (રાજીવ ગાંધી ભવન) કોંગ્રેસનો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિને અનુસરો