સરસપુર આવેલ સોનેરીયા બ્લોકમાં બ્લોક નં.૧૮ ની છત તૂટતા : 08-09-2018

  • સોનારીયા બ્લોકમાં વસવાટ કરતાં ગરીબ અને નબળા વર્ગના પરિવારોને જર્જરિત મકાનોમાંથી મુક્તિ મળે અને પુનઃસ્થાપન થાય તે અંગે કોંગ્રેસ પક્ષના ધારાસભ્યશ્રી હિંમતસિંહ પટેલે કરી માંગ
  • માનનીય મેયરશ્રી અને મ્યુનીસીપલ કમિશ્નરશ્રી ગરીબ અને નબળા વર્ગના લોકો માટે માનવીય અભિગમ રાખીને યોગ્ય રીતે વર્ષો જુના મકાનો માટે કે પુનઃસ્થાપનની નીતિ નિર્ધારિત કરે

અમદાવાદના સરસપુર વિસ્તારમાં આવેલ સોનેરીયા બ્લોકમાં બ્લોક નં.૧૮ ની છત તૂટતા સ્થાનિક રહીશોની મુલાકાત લીધી હતી. સોનારીયા બ્લોકમાં વસવાટ કરતાં ગરીબ અને નબળા વર્ગના પરિવારોને જર્જરિત મકાનોમાંથી મુક્તિ મળે અને પુનઃસ્થાપન થાય તે અંગે કોંગ્રેસ પક્ષના ધારાસભ્યશ્રી હિંમતસિંહ પટેલે જણાવ્યું હતું કે, સરસપુર વિસ્તારમાં આવેલ સોનેરીયા બ્લોકમાં ૫૦૦૦ જેટલા ગરીબ અને નબળા વર્ગના નાગરિકો વસવાટ કરે છે. સોનેરીયા બ્લોક વર્ષો જુના મકાનો છે. અનેક મકાનોની છત અને ગેલેરી ગમે ત્યારે તૂટી પડે તે હદ્દે જર્જરિત છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note