સમગ્ર દેશમાં પ્રદેશ કક્ષાએ મહિલા કોંગ્રેસનું સૌથી મોટું સંગઠન ઉભું કરનાર શ્રીમતી સોનલબેન પટેલ : 06-07-2018

સમગ્ર દેશમાં પ્રદેશ કક્ષાએ મહિલા કોંગ્રેસનું સૌથી મોટું સંગઠન ઉભું કરનાર શ્રીમતી સોનલબેન પટેલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં કારોબારી સભ્યથી લઇને મહામંત્રી સુધી સંગઠનનું કાર્ય કર્યા બાદ એમની વર્ષ ૨૦૧૨માં કોંગ્રેસના અગત્યનાં ફ્રંટલ ઓર્ગેનાઈઝેશન એવા મહિલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે સોનિયાજી અને રાહુલજી દ્વારા પર્સનલ ઈન્ટરવ્યું અને ગ્રુપ ડિસ્કશન બાદ જવાબદારી સોંપવામાં આવી હતી. લીડરશીપ ટ્રેઈનીંગ ની શરૂઆત કરીને આધુનિક તમામ સંસાધનોના વધુમાં વધુ ઉપયોગ કરીને મજબુત સંગઠન ઉભું કરવું એ બાબતે સક્રિય રહ્યા છે અને હાલ પણ છે જ. એમની કામગીરી ની પ્રસંશા તો રાહુલજી એ ખુદ જાહેર મંચ પર થી કરેલી હતી અને એમની કાર્યક્ષમતા ને આધારે જ સોનલબેન ને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ ના સચિવ તરીકે નિમણુક આપી ને રાહુલજી એ પોતાની રાષ્ટ્રીય ટીમમાં સ્થાન આપી મહારાષ્ટ્ર જેવા મોટા રાજ્યમાં સહપ્રભારી તરીકે લોકસભાના કોંગ્રેસ નેતા મલ્લિકા અર્જુન ખડગે સાથે પ્રભાર સોંપવામાં આવ્યો છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note