સત્યાગ્રહ છાવણીએ ભાડું લઈ પ્રજાનો અવાજ દબાવવા માંગે છે : 02-07-2018

  • ગાંધીનગરમાં ભાજપ સરકાર સત્યાગ્રહ છાવણીએ ભાડું લઈ પ્રજાનો અવાજ દબાવવા માંગે છે
  • રાજ્ય સરકારે સત્યાગ્રહીઓ માટે મંડપ – શેડ, માઈક, મેડીકલ સારવાર, શૌચાલય જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવી જોઈએઃ ડૉ. હિમાંશુ પટેલ

ભાજપ સરકારે તેનાં સરમુખત્યાર શાસનમાં આમ જનતા માટે ગાંધીનગરમાં સચિવાલય – વિધાનસભાનાં દરવાજાં બંધ કર્યા બાદ હવે શોષિત કે અન્યાય થયો હોય તેવાં પીડિત અને અસરગ્રસ્ત ભાઈ-બહેનો તેમજ કર્મચારીઓ આંદોલન કે દેખાવો પણ કરી શકે નહીં તેવો કારસો ઘડ્યો છે. રૂપાણી સરકાર દ્વારા ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે રાજ્યની પ્રજાને પોતાનો અવાજ રજૂ કરવા માટે ધરણાં કે સત્યાગ્રહ યોજવા ભાડું ભરવાનાં કરાયેલાં નિર્ણયનો ઉગ્ર વિરોધ કરતાં કોંગ્રેસનાં પ્રદેશ પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે સત્યાગ્રહ છાવણીએ કોઈપણ પ્રકારનાં ભાડા – પૈસા વિના સત્યાગ્રહીઓ માટે મંડપ – શેડ, માઈક, ચા – પાણી, શૌચાલય, મેડીકલ સારવાર જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવા માંગણી કરી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note