શ્રી અહમદભાઈ પટેલે જમીન સંપાદન કાનૂન -૨૦૧૩ નો સંપૂર્ણ અમલ માટે વડાપ્રધાનશ્રીને ખેડૂત હિતમાં પત્ર : 02-05-2018

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા જમીન સંપાદનની પ્રક્રિયા પરત્વે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ શ્રી અહમદભાઈ પટેલે જમીન સંપાદન કાનૂન -૨૦૧૩ નો સંપૂર્ણ અમલ માટે વડાપ્રધાનશ્રીને ખેડૂત હિતમાં પત્ર લખી ધ્યાન દોરતા જણાવ્યું હતું કે, એન.એચ.આર.સી. એ જિલ્લાના અધિકારીઓ સાથે દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી અનેક ખેડૂતો પાસેથી ખેતીની જમીન સંપાદિત કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને ખેડૂતોના પ્રતિનિધીઓની એવી માંગ છે કે આ અંગે જમીન સંપાદનમાં વ્યાજબી વળતર અને પારદર્શિતા, પુનઃસ્થાપન અને પુનઃવસવાટ ધારા, ૨૦૧૩ ના નિયમો અને જોગવાઈઓનું પાલન કરવામાં આવી રહ્યું નથી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note