રાજ્યના મુખ્યમંત્રીશ્રીને ખુલ્લો પત્ર : 11-08-2018

  • રાજ્યના મુખ્યમંત્રીશ્રીને ખુલ્લો પત્ર

અમદાવાદના હજારો લારી-ગલ્લાં-પાથરણાં, રીક્ષા ચાલકો, પાણી પુરીવાળા, સ્વરોજગારો વગેરે અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન અને અમદાવાદ શહેર પોલીસ દ્વારા બેરોજગાર બનાવી, તેમના કુટુંબીજનોને ભારે મુસીબતમાં મૂકી દીધાં છે. લોકોને તાદી-વાદી લુંટવાના પ્રલોભનમાં અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશનના મ્યુનીસીપલ કમિશ્નર ભાન ભૂલ્યા છે. તેઓ અર્બન સ્ટ્રીટ વેન્ડર એક્ટ-૨૦૧૪ પ્રમાણે, લારી-ગલ્લાં-પાથરણાંવાળાઓને વૈકલ્પિક વ્યવસ્થા આપવાના નિયમને તેમજ માનવતાના સામાન્ય નિયમોને એક બાજુ મુકીને આશરે ૨૦૦૦૦ સ્વરોજગારોને રોજીરોટી વિનાનું કરી દીધેલ છે. રીક્ષા ચાલકો માટે પણ રીક્ષા સ્ટેન્ડો તેમજ અન્ય વ્યવસ્થા અંગે તંત્ર ગોકળગાયની ગતિમાં કામ કરી રહી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note