મગફળી કૌભાંડ અંગે ૩૩ જીલ્લા, આઠ મહાનગરોમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ધરણા-પ્રદર્શન : 10-08-2018

ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદ કરેલ મગફળીમાં રૂ.૪૦૦૦ કરોડના મગફળી કૌભાંડની ન્યાયીક તપાસની માંગ સાથે તા.૧૩ ઓગસ્ટ, ૨૦૧૮, સોમવારના રોજ રાજ્યના ૩૩ જીલ્લા, આઠ મહાનગરોમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ધરણા-પ્રદર્શન અંગે પત્રકારો સાથે વાતચીત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં ઘણી બધી જગ્યાએ સેવા સહકારી મંડળીઓ ટેકાના ભાવે ખરીદ કરેલ મગફળીમાં માટી, ઢેફાં, કાંકરા ભેળવી ગોડાઉનમાં સ્ટોરેજ કરવામાં આવેલ છે અને મગફળી વેપારીઓ ખરીદવા આવે ત્યારે ૩૫ કિલોની બોરીમાંથી ૨૦ કિલો માટી, ઢેફાં, કાંકરા નીકળે છે. આ સમગ્ર ઘટનામાં સરકારી વહીવટીતંત્રની શંકાસ્પદ રીતે કૌભાંડયુક્ત ભૂમિકા હોવાનું જણાય છે. નજીકના ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બહાર આવી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note