ભાજપ-RSSના કાર્યકરો-મળતિયાઓને ગોઠવવા દલાલો દ્વારા LRD પરીક્ષાનું પેપર ફૂટતા : 08-12-2018

  • ભાજપ-RSSના કાર્યકરો-મળતિયાઓને ગોઠવવા દલાલો દ્વારા LRD પરીક્ષાનું પેપર ફૂટતા લાખો યુવાનોના કરોડો રૂપિયાનો ખર્ચ, ત્રણ પરીક્ષાર્થીઓના મોતની જવાબદારી સ્‍વીકારી ગૃહ વિભાગનો હવાલો સંભાળતા મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી રાજીનામું આપે. – અર્જુનભાઈ મોઢવાડિયા.
  • વાયબ્રન્ટ તાયફાના પાર્ટનર ગુજરાત ચેમ્‍બર ઓફ કોમર્સ એન્ડ ઈન્‍ડસ્‍ટ્રીઝ અને FIAના આંકડાઓ મુજબ નાના-મધ્યમ ઉદ્યોગોની સ્થિતિ અત્યંત ખરાબ, ૮૦% ઉદ્યોગો મંદીની ઝપટમાં આવતા એકમો બંધ થતાં બેરોજગારીમાં વધારો થાય છે.
  • અબજો-કરોડોની કંપનીઓ સરકારી લાભો લઈને બેઠી છે તેવા મોટા ઉદ્યોગગૃહોના પરિવારજનો અને સુપુત્રોને MSMEના બહાને આમંત્રણ આપવામાં આવે છે જયારે નાના અને મધ્‍યમ ઉદ્યોગના પ્રતિનિધિઓને દુર રાખવામાં આવે છે.
  • રાજયમાં યોગ્‍ય ઈન્‍ફ્રાસ્‍ટ્રકચર-ટ્રાન્‍સપોર્ટ, સોશ્‍યલ ઈન્‍ફ્રાસ્‍ટ્રકચર જેવા ક્ષેત્રો ગુજરાતમાં નથી તેથી લાખો શિક્ષિત બેરોજગારો નોકરી મેળવવા ભાજપના દલાલોનો ભોગ બને છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note