ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિ સામે ધરણાં – પ્રદર્શન : 08-06-2018

ગુજરાતમાં ખેડૂતોની સ્થિતિ દિનપ્રતિદિન દયનીય થતી જાય છે. ખેડૂતોની આત્મહત્યાની ઘટનાઓ ભાજપ શાસનમાં રોજીંદી અને સામાન્ય બની ગઈ છે. ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિ અંગે રાજ્યના ૩૩ જિલ્લાના ૨૪૯ તાલુકા મથકો પર કોંગ્રેસ પક્ષ દ્વારા ખેડૂતોના ન્યાય અને અધિકાર માટે ધરણાં – પ્રદર્શન યોજાયા હતા અને ત્યારબાદ સ્થાનિક મામલતદારશ્રીને ખેડૂતોના પ્રશ્નો અંગે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. જેમાં ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા અને અમરેલી ખાતે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી ખેડૂતો સાથે ધરણાં-પ્રદર્શનમાં જોડાયા હતા. રાજ્યમાં અનેક તાલુકામાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો, આગેવાનો અને સ્થાનિક ધારાસભ્યશ્રીઓ, ચૂંટાયેલા પ્રતિનિધીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ધરણાં-પ્રદર્શનમાં ભાજપ સરકારની ખેડૂત વિરોધી નિતી સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note

AVEDANPATRA About Farmer