પ્રવેશના નામે સરકારની પ્રવેશ સમિતિઓ દર વર્ષે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાના નામે કરોડો રૂપિયાની લૂંટ : 10-06-2018

પ્રવેશના નામે સરકારની પ્રવેશ સમિતિઓ દર વર્ષે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાના નામે કરોડો રૂપિયાની લૂંટ વિદ્યાર્થીઓ પાસેથી કરે છે. ખાનગી યુનિવર્સિટીઓ પણ દર વર્ષે ફોર્મ ફીના નામે કરોડો રૂપિયાની કમાણી કરે છે. સરકારની ટેકનિકલ, ડિપ્લોમા અને મેડીકલની પ્રવેશ સમિતીઓ ‘પીનના નામે પ્રોફીટ’ કરી રહી છે. ત્યારે ત્રણ વર્ષમાં 47 કરોડની લૂંટ, પ્રવેશ સમિતિઓએ 30.33 કરોડ લૂંટ્યા, ખાનગી યુનિ.ઓએ 17 કરોડ ખંખેર્યા, ઓનલાઈન પ્રવેશમાં પીનના કારોબાર, નફાખોરી પર આકરા પ્રહાર કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં મેડિકલ, પેરામેડિકલ, એન્જીનીયરીંગ, ફાર્મસી, એમબીએ-એમસીએ, ડિપ્લોમા એન્જીનીયરીંગ તથા ગુજરાત યુનિવર્સિટીના બીએ, બીકોમ, બીએસસી સહિતના કોર્ષમાં પ્રવેશ માટે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવે છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note