પત્રકારશ્રી જયસુખભાઈ શાહના દુઃખદ નિધન અંગે : 12-09-2018

ગુજરાતના અગ્રીમ અખબાર ‘સંદેશ’ ના વરિષ્ઠ પત્રકારશ્રી જયસુખભાઈ શાહના દુઃખદ નિધન અંગે શોકાંજલિ પાઠવતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ખજાનચી અને સાંસદશ્રી અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, સ્વ.જયસુખભાઈ શાહ પત્રકારત્વ ક્ષેત્રે વર્ષો સુધી સક્રિય યોગદાન આપીને અખબાર જગત સહિત રાજકીય વર્તુળમાં પણ આગવી ઓળખ ઉભી કરી હતી. સરળ, મૃદુભાષી સ્વભાવ ધરાવતાં સ્વ.જયસુખભાઈ વિશાળ મિત્ર વર્તુળ ઉભું કર્યું હતું. તેમના નિધનથી ગુજરાતે પત્રકારત્વ ક્ષેત્રના અનુભવી વ્યક્તિ ગુમાવ્યા છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note