નોટબંધી ભૂલ નહીં, કાળા નાણાં સફેદ કરવાનું કૌભાંડ : રાહુલ

કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલા રાફેલ વિમાન સોદા અને નોટબંધીને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ મોટાં કૌભાંડ ગણાવ્યાં હતાં. પીએમ મોદી પર પ્રહાર કરતાં રાહુલે કહ્યું હતું કે નોટબંધી  જાણી જોઈને ગરીબોના પગ પર મારવામાં આવેલી કુહાડી હતી. નોટબંધી બ્લેકમની વ્હાઇટ કરવાનું દેશનું સૌથી મોટું કૌભાંડ હતું. પીએમના મિત્રોએ નોટબંધીમાં બ્લેકમનીને વ્હાઇટ કરી દીધા. પીએમએ તેમનાં ૧૫-૨૦ ઉદ્યોગપતિ મિત્રોને ફાયદો કરાવવા દેશના યુવકો, મહિલાઓ, ખેડૂતો અને નાના વેપારીઓનાં ખિસ્સામાંથી કરોડોની રકમ સેરવી લીધી હતી.

 રાહુલે કહ્યું કે, રાફેલ સોદા પર જેટલી જેપીસી રચવાના મુદ્દે શા માટે ચૂપ છે? દેશ જાણવા માગે છે કે મોદી અને અનિલ અંબાણી વચ્ચે શું સોદો થયો છે? આ અગાઉ રાહુલ ગાંધીએ ટ્વિટ કરી નાણાપ્રધાન  જેટલીને રાફેલ સોદાની તપાસ કરવા જેપીસીની રચના કરવા માટે  ફક્ત ૬ કલાક જ બાકી છે તેમ કહીને ડેડલાઇનની યાદ અપાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, જેટલીજી રાફેલ સોદામાં તપાસ કરવા  માટે સંયુક્ત સંસદીય સમિતિ(ત્નઁઝ્ર)ની રચના કરવા માટે ડેડલાઇનમાં ફક્ત ૬ કલાકથી ઓછો સમય બચ્યો છે. યુવા ભારત  તમારી રાહ જોઈ રહ્યો છે. નાણાપ્રધાન જેટલીએ બુધવારે એવું  કહ્યું હતું કે, રાહુલ રાફેલ વિમાનની કિંમત અંગે તેમનાં સાત ભાષણોમાં જુદી જુદી કિંમત દર્શાવી ચૂક્યા છે. તેના જવાબમાં રાહુલે ટ્વિટ કર્યું હતું કે  સમસ્યા ઉકેલવા માટે જેપીસીની રચના અંગે તમારું શું મંતવ્ય છે? તમારા ટોચના નેતા તેમના મિત્રને બચાવી રહ્યા છે, આથી  એવું બની શકે કે જેપીસીની રચના કરવી સુવિધાનજક ન હોય. આ અંગે વિચાર કરો અને ૨૪ કલાકમાં જવાબ આપો.

http://sandesh.com/notable-fault-not-black-money/