નાગરિક અધિકારના લડવૈયાશ્રી ગૌતમ ઠાકરના નિધન અંગે : 08-09-2018

જાણીતા કર્મશીલ, નાગરિક અધિકારના લડવૈયાશ્રી ગૌતમ ઠાકરના નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ખજાનચી અને સાંસદશ્રી અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, સ્વ.ગૌતમ ઠાકર બેન્કિંગ ક્ષેત્રમાં નોકરી સાથે પ્રારંભથી જ યુનિયન પ્રવૃત્તિ દ્વારા બેન્કિંગ ક્ષેત્રના કર્મચારીઓના ન્યાય માટે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ નેતૃત્વ આપ્યું હતું. સ્વ.ગૌતમ ઠાકર ગુજરાતમાં છેલ્લા ૨૫ વર્ષ કરતાં વધુ સમયથી નાગરિકોના અધિકાર માટે લડત આપતી સંસ્થા પી.યુ.સી.એલ.ના માધ્યમથી સતત કાર્યશીલ રહ્યા. બહુમુખી પ્રતિભા ધરાવતાં કર્મશીલ સ્વ.ગૌતમ ઠાકરના નિધનથી ગુજરાતે એક નાગરિક હક્ક-અધિકાર માટે લડતા જાગૃત યોધ્ધા ગુમાવ્યા છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note