ગુજરાત માધ્યમિક-ઉચ્ચ માધ્યમિક બોર્ડ દ્વારા આજરોજ જાહેર થયેલ ધો-૧૨ વિજ્ઞાનપ્રવાહ વિદ્યાર્થીઓને અભિનંદન : 10-05-2018

ગુજરાત માધ્યમિક-ઉચ્ચ માધ્યમિક બોર્ડ દ્વારા આજરોજ જાહેર થયેલ ધો-૧૨ વિજ્ઞાનપ્રવાહ વિદ્યાર્થીઓને અભિનંદન સાથે ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ધો-૧૨ વિજ્ઞાન પ્રવાહના જાહેર થયેલ પરિણામમાં ગતવર્ષની સરખામણીએ ૯ ટકા જેટલો ઘટાડો થયો છે. ગત વર્ષે ‘એ’ ગ્રેડના ૪૮,૦૦૦ વિદ્યાર્થીઓ એન્જીનીયરીંગ પ્રવેશ માટે એલીજીબલ હતા તેની સામે વર્ષ -૨૦૧૮ ના જાહેર થયેલ પરિણામમાં ૩૮,૦૦૦ વિદ્યાર્થીઓ ઈજનેરી અભ્યાસક્રમ માટે એલીજીબલ છે એટલે કે, ૧૦,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note