ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ આગેવાન શ્રી સી. હીરાચંદના દુઃખદ નિધન અંગે શોકાંજલી : 24-12-2018

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ આગેવાન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટેન્ડીંગ કમીટીના પૂર્વ અધ્યક્ષ શ્રી સી. હીરાચંદના દુઃખદ નિધન અંગે શોકાંજલી પાઠવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાના અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, સ્વ. સી. હીરાચંદ અમદાવાદ શહેરમાં કોંગ્રેસ પક્ષમાં વર્ષોથી આગેવાન તરીકે સક્રિય કામગીરી કરી હતી. અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના સ્ટેન્ડીંગ કમીટીના અધ્યક્ષ તરીકે શહેરના વિકાસમાં ઉત્તમ કામગીરી કરી હતી. અનુભવી અને સામાજિક ક્ષેત્રની સૂઝ બૂઝ ધરાવતા શ્રી સી. હીરાચંદના નિધનથી અમદાવાદ શહેર અને ગુજરાતે પ્રજાલક્ષી આગેવાન ગુમાવ્યા છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note