ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ દ્વારા ક્રાંતિ દિવસ નિમિત્તે અમદાવાદમાં યોજાઇ તિરંગા માર્ચ

આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ દ્વારા “ક્રાંતિ દિવસ” નિમિત્તે ‘તિરંગા માર્ચ’ નું આયોજન રાષ્ટ્રીય તિરંગા ધ્વજ સાથે આયોજન કરવામાં આવ્યું હતું. “ક્રાંતિ દિવસ” નિમિત્તે આયોજિત ‘તિરંગા માર્ચ”માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળના પ્રદેશ મુખ્ય સંગઠક મંગલસિંહ સોલંકી, પ્રદેશના હોદ્દેદારો, ધારાસભ્યો, અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો, કોર્પોરેટર્સ, ગુજરાત કોંગ્રેસ સેવાદળના પદાધિકારી તથા કાર્યકરો મોટી સંખ્યામાં જોડાઈ ભદ્ર લાલ દરવાજા શહીદ સ્મારકથી રૂપાલી સિનેમા, ઇન્દિરા ગાંધી – રાજીવ ગાંધીની પ્રતિમા, સરદાર બાગ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા, ઈંદુલાલ યાજ્ઞિકની પ્રતિમાને શ્રધ્ધાસુમન અર્પણ કરી પ્રદેશ કોંગ્રેસ સમિતિ કાર્યાલયમાં રાજીવ ગાંધીની પ્રતિમાને શ્રધ્ધાસુમન, પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળના પ્રદેશ મુખ્ય સંગઠક મંગલસિંહ સોલંકીએ મેરાન્યૂઝ સાથે ટેલિફોનિક વાતચીતમાં કહ્યું હતું કે આ રેલીમાં 800 લોકોએ ભાગ લીધો હતો. આ ત્રિરંગા યાત્રા ક્રાંતિ દિવસ પ્રસંગે યોજાઇ હતી. આ માર્ચ ચાર કિલોમીટર લાંબી હતી. ભારતની સ્વતંત્રતાની લડતમાં અંગ્રેજો ભારત છોડો મુવમેન્ટ દરમિયાન શહીદ થયેલા યુવાનોને શ્રદ્ધાંજલિ આપવા આ રેલી યોજાય છે અને લોકો પણ શહીદોને યાદ કરે તે જરૂરી છે.

https://m.dailyhunt.in/news/india/gujarati/mera+news+gujarati-epaper-meranews/gujarat+pradesh+kongres+sevadal+dvara+kranti+divas+nimitte+amadavadama+yojai+tiranga+march-newsid-94261727