ગુજરાતમાં ટેકાના ભાવે ખેડૂતોની મગફળી સહિત જણસીઓ ખરીદવાના નામે : 12-08-2018

ગુજરાતમાં ટેકાના ભાવે ખેડૂતોની મગફળી સહિત જણસીઓ ખરીદવાના નામે ભારત સરકારનાં નાણાં સામુહીક રીતે જમી જવાના ભાજપ સરકારની મોડસ ઓપરેન્‍ડી કાર્ય પધ્‍ધતિનો પર્દાફાશ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પુર્વ પ્રુમખશ્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્‍યું હતું કે ગુજરાતમાં છેલ્‍લાં બે દાયકાથી ગુજરાત સ્‍ટેટ કોપ. ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લી. (ગુજકોમાસોલ) નામની રૂ.૨૨૦૦ કરોડનું ટર્નઓવર તથા ૩૨૫ કર્મચારીઓ અને રાજય વ્‍યાપી નેટવર્ક અને અનુભવ ધરાવતી સંસ્‍થાની નિમણુંક નાફેડ દ્વારા સ્‍ટેટ લેવલ એજન્‍સી(SLA) તરીકે ખેડૂતોની જણસીઓ ટેકાના ભાવે ખરીદી થતી આવતી હતી. પરંતુ છેલ્‍લાં બે વખતથી ગુજકોમાસોલને નામ પુરતી ખરીદી આપીને માત્ર કાગળ ઉપર ચાલતી કોઈ કામ ધંધા વગરની માત્ર છ કર્મચારીઓ ધરાવતી ગુજરાત સ્‍ટેટ કો-ઓપરેટીવ કોટન ફેડરેશન લી. ગુજકોટને ભાજપ સરકારના દબાણથી SLA તરીકે મુખ્‍ય એજન્‍સી તરીકે નિમણુંક કરીને ૨૦૧૭-૧૮માં કુલ ૨૮૯ સેન્‍ટરો પૈકી ૧૨૫ સેન્‍ટરો મારફત કુલ ખરીદાયેલ ૮.૩૦ લાખ ટન મગફળીમાંથી ૫.૫૦ લાખ ટન મગફળી ખરીદી કરવાની મંજુરી મળી. ગુજકોમાસોલ દ્વારા માત્ર ૧.૧૩ લાખ ટન મગફળી ખરીદવામાં આવી. એટલું જ નહીં ગુજકોટ બે-રોક ટોક ભ્રષ્‍ટાચાર કરી શકે તે માટે ૨૫૦ જેટલાં ગોડાઉનો ગુજરાત સ્‍ટેટ વેર હાઉસીંગ કોર્પોરેશનને બદલે સીધાં જ ભાડે રાખવાની મંજુરી આપવામાં આવી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note