કર્ણાટકમાં ભાજપ સરકાર રચવા માટે કરેલા દાવા વિરુદ્ધ રાજ્યવ્યાપી ધરણા-પ્રદર્શન : 18-05-2018

  • શહેર/જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખોની આગેવાનીમાં ૩૩ જીલ્લા અને આઠ મહાનગરોના ધરણા-પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો જોડાયા
  • અમદાવાદ શહેરમાં લાલ દરવાજા, સરદાર બાગ ખાતે ધરણા યોજાયા હતા
  • કર્ણાટકના રાજ્યપાલશ્રી વજુભાઈ વાળાના રાજકોટના નિવાસસ્થાને ઉગ્ર દેખાવો યોજાયા

કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ દ્વારા સંયુક્ત સરકાર રચવા માટે કરેલા દાવાનો અસ્વીકાર કરીને ભાજપને સરકાર બનાવવા માટે રાજ્યપાલ વજુભાઈ વાળાએ આપેલા આમંત્રણને લોકશાહીની હત્યા ગણાવી કોંગ્રેસ પક્ષ દ્વારા ૩૩ જીલ્લા અને આઠ મહાનગરોમાં રાજ્યવ્યાપી ધરણા યોજીને વિરોધ કરવામાં આવ્યો હતો. અમદાવાદમાં લાલ દરવાજા નજીક બપોરે ૧૧ કલાકે તેમજ સમગ્ર રાજ્યમાં ધરણા યોજવામાં આવ્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીતભાઈ ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશભાઈ ધાનાણી જિલ્લાઓના પ્રવાસ અંતર્ગત આજે તાપી જીલ્લામાં હોવાથી તાપી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા યોજાનારા ધરણા-વિરોધ પ્રદર્શનમાં હાજર રહ્યા હતા અને ભાજપના અનૈતિક કાવાદાવા-હથકંડા દ્વારા લોકશાહીની હત્યા બાબતે આકરા પ્રહાર કર્યા હતા.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note